ધરમપુર: ધરમપુરનાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં તારીખ 02 થી 15 ઓગસ્ટ 2025 દરમ્યાન હર હર તિરંગા થીમ હેઠળ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ”હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં કેન્ડલ મેકિંગ વર્કશોપ, ટ્રાય-કલર રાખી મેકિંગ વર્કશોપ અને રંગોલી સ્પર્ધાનું આયોજન દીપ વિચારક ચેરીટેબલ ટ્રસ્ટ, બારોલિયા, સંવાદ ચેરીટેબલ ટ્રસ્ટ ધરમપુર અને દિવાળીબેન ચેરીટેબલ ટ્રસ્ટ,બારડોલીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલી બહેનો ભાગ લીધો હતો.
જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડે હરઘર તિરંગા અને સેલ્ફિ વિથ તિરંગા અને આ અભિયાન વિષે વિશેષ માહિતી આપી હતી. જશોદાબેન જાદવ, દીપ વિચારક ચેરીટેબલ ટ્રસ્ટ, બારોલિયાએ તિરંગાના રંગોવાળી મીણબત્તી બનાવતા શીખવ્યું હતું.

