દેડિયાપાડા: દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર હૂમલા કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે. રાજપીપળાની સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવ્યાં બાદ ધારાસભ્યએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર 13મી તારીખે થનારી સુનાવણીમાં હવે 28મી તારીખ પડતાં ધારાસભ્યનો જેલવાસ લંબાયો છે.
ચૈતર વસાવાની જન્માષ્ટમી જેલમાં જવાની કારણ કે જે 13 સપ્ટેમ્બરે નામદાર હાઇકોર્ટ માં જે સુનવણી થવાની હતી જેમાં રાજ્ય સરકાર વતી વકીલએ એફિડેવિટ માટે સમય માંગ્યો ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી પર વધુ એક મુદ્દત પડી છે હવે આ સુનવણી આગામી 28 ઓગસ્ટે થશે એટલે ધારાસભ્ય ચૈતર વસાવા નો જેલવાસ લંબાયો છે.
ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદ છે. આજે બુધવારે હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થાય તે પહેલાં રાજ્ય સરકાર વતી વકીલએ એફિડેવિટ માટે સમય માંગ્યો જેથી કોર્ટે જામીન અરજી પર 28 ઓગસ્ટના સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. વિશ્વ આદિવાસી દિવસ બાદ હવે જન્માષ્ટમીનો તહેવાર પણ તેઓ જેલમાં ઉજવશે.

