વલસાડ: લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આજેરોજ એમના જનસંપાર્ક કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, અને પાર તાપીલિંક પ્રોજેક્ટ અંગે વાંસદા ના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ દ્વારા ભોળી આદિવાસી પ્રજા ને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું આક્ષેપ કર્યો હતો,આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા પ્રોજેકટ રદ કરવામાં આવ્યું હોવાનું જળશક્તિ મંત્રાલય નું પત્ર સાંસદશ્રી ના નામ જોગ પત્ર મીડિયા સમક્ષ રજુ કર્યો હતો,
આ સાથેજ એમણે કોંગ્રેસના કથાકથિત નેતાઓ દ્વારા આદિવાસી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાની વાત કરી હતી, સાંસદશ્રીએ આ તબક્કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપના અદયક્ષ શ્રી સી.આર.પાટીલજી અને ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો
સાંસદશ્રી ના કાર્યાલય ખાતે કેન્દ્ર, રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં પાર તાપી લિંક પ્રોજેકટ રદ કરવા અંગેનો ફરી ગતરોજ લેખિતમાં જાહેર કરાતા સાંસદશ્રીના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી, મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

