પ્રતિકાત્મ્ક ફોટોગ્રાફ

ધરમપુર: પાર તાપી રિવરલીંક પ્રોજેકટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બુધવારે કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ રદની જાહેરાત સાંસદ ધવલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. પછી આદિવાસી સમાજ અને ડેમ હટાવો સમિતિ દ્વારા ધરમપુર તાલુકામાં આજે રેલી નીકળશે

આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ અને ડેમ હટાવો સમિતિ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી Decision Newsને આપવામાં આવેલી માહિતિ મુજબ કેબિનેટમાં પાર, તાપી રિવરલીંક પ્રોજેકટ પડતો મુકવાના છે પરંતુ અમને હવે ભાજપની સરકાર પર વિશ્વાસ નથી.  14મી ઓગસ્ટે ધરમપુર ખાતે યોજાનારી રેલી નીકળશે જ॥ અને આ પ્રોજેક્ટ રદ થયો હોય તો મુખ્યમંત્રી આવીને શ્વેતપત્ર જાહેર કરે ત્યારે અમારૂં આંદોલન અટકશે. આદિવાસી સમાજ હવે મૂર્ખ નહીં બને.

અમે આરપારની લડાઈ અને શ્વેતપત્રની લડાઈ માટે આંદોલન કરીશું. હવે આવનાર દિવસોમાં પાર તાપી રિવર લિંક પ્રોજેકટનો મુદ્દો કેવો વળાક લેશે એ જોવું રસપ્રદ બનશ.. મળેલી માહિતિ મુજબ હાલમાં ધરમપુરની રેલીને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here