વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કાર્યરત એન્ટી કરપ્શન બ્યુરોએ એક સફળ ઓપરેશન પાર પાડીને મામલતદાર કચેરીના કામગીરી સંભાળતા આશિષ પટેલ રાઈટરને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયો હોવાનું બહાર આવ્યું છે.

વલસાડ મામલતદાર કચેરીમાં રાઈટર તરીકે કામ કરતા આશિષ નરેન્દ્રભાઈ પટેલ નામના આરોપીએ એક અરજદાર પાસેથી સોલવન્સી સર્ટિફિકેટ કઢાવવા માટે શરૂઆતમાં 20,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે તેણે 11,000 રૂપિયામાં કામ કરી આપવાની વાત કરી હતી. આરોપીએ અરજદારને એવું જણાવ્યું હતું કે આ પૈસા મામલતદાર કચેરીના અધિકારીઓને આપવા પડશે. પણ અરજદાર લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે આ મામલે વલસાડ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ અરજદારની ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું. આજે જ્યારે આશિષ પટેલ લાંથની રકમ 11,000 રૂપિયા સ્વીકારી રહ્યો હતો ત્યારે ACBની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડયો હતો.

ACBએ આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં વધુ પૂછપરછ કરીને આ મામલામાં અન્ય કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here