વલસાડ: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં “પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવ”નો સમાપન સમારોહ યોજાયો હતો.આ અવસરે સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.રાજેશ્રી એલ. ટંડેલને રાજ્યપાલશ્રીના હસ્તે પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા હતા.
આ સન્માન સમારોહમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી મુકેશકુમાર, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ-ગાંધીનગરના અધ્યક્ષ હિમંજય પાલીવાલ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના વિશેષાધિકારી ડો.અવનીબા મોરી, કમિશનર શાળાઓની કચેરીના નિયામક પ્રજેશ આર.રાણા, સંયુક્ત નિયામક યતિન એસ. ચૌધરી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સંસ્કૃતપ્રેમી વિદ્વાનો તથા શિક્ષણ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
DEO ડો.રાજેશ્રીએ DPEO સહકાર સાથે જિલ્લામાં તમામ શાળાઓમાં સંસ્કૃત શ્લોક સ્પર્ધા, નાટ્ય પ્રસ્તુતિ, નિબંધ સ્પર્ધા તથા ક્વિઝ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ, ગૌરવ અને ઉપયોગિતા અંગેની જાગૃતિ ફેલાઈ હતી.

