વલસાડ: વલસાડ જિલ્લાના હાઇવે પર એક મોટી ઘટના સામે આવી છે. વાપીથી સુરત તરફ જતા રસ્તે બોઇલર લઈને જતું એક ભારે વાહન ફૂટ ઓવર બ્રિજ નીચે અટવાઈ ગયું. આ કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો.

આ ફૂટ ઓવર બ્રિજ ડી-માર્ટ દ્વારા CSR ફંડ અંતર્ગત બનાવવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ ચાર સ્થળોએ આવા બ્રિજ છે. વલસાડ ધરમપુર ચોકડી, પારડી ITI અને વાપી મામલતદાર કચેરી વિસ્તારમાં આ બ્રિજ આવેલા છે. તમામ બ્રિજની ઊંચાઈ 5.5 મીટર રાખવામાં આવી છે.હાઇવે પર વધતા અકસ્માતોને રોકવા માટે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જો કે 5.5 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વાહનો માટે આ બ્રિજ મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. બોઇલર ટ્રકને બ્રિજ નીચેથી બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી. વાપી, પારડી અને વલસાડમાં બ્રિજ ક્રોસ કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવી. આ ઘટના બાદ ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની જરૂરિયાત અંગે ચર્ચા શરૂ થઈ છે. સાથે જ ઊંચાઈની મંજૂરી અંગેના નિયમો પર પણ પુનર્વિચાર કરવાની માંગ ઉઠી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here