વલસાડ: આજરોજ વલસાડ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે જમીન સંપાદન કરવામાં આવ્યા બાદ ઘડોઇ ગામ છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી જિલ્લા જમીન માપણી વિભાગ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ડો.નિરવભાઈ પટેલ અને વલસાડના જાણીતાં વકીલ કેયુરભાઈ પટેલ દ્વારા વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માને રજુવાત કરતાં વલસાડ તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવાના આદેશ આપતાં DILR વિભાગ દ્વારા ઘડોઇ ગામમાં જમીન માપણી કરવામાં આવેલ અને સત્તાધીશોને ટૂંક સમયમાં નકશો ઉપલબ્ધ કરાવીશું એવી બાંહેધરી આપી છે.
Decision news ને મળેલી માહિતિ મુજબ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે જમીન સંપાદન કરવામાં આવ્યા બાદ ઘડોઇ ગામના 6 જેટલાં ગરીબ પરિવારજનો નિરાધાર બનવાની સ્થિતિમાં આવી ગયા હતાં આથી ઘડોઇ ગામના ગ્રામજનો અને આગેવાનો દ્વારા આ પરિવારજનોને રહેવા માટે જમીન મળી રહે તે માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતાં, પરંતુ ગામમાં શિરપડતર જમીનના અભાવે સત્તાધીશો દ્વારા દબાણવાળી જગ્યાઓની શોધખોળ ચાલુ કરવામાં આવેલ જેમાં વર્ષોથી રહેતા આવેલ પરિવારજનોએ રાજીખુશી જમીન માપણી કરાવી જે જગ્યા દબાણમાં હોય તે પોતાના ગરીબ ગ્રામજનોના લાભાર્થે પરત કરવાની વાત કરી હતી. આથી આ બાબતે ગામના સરપંચ, ઉપસરપંચ સહિતના આગેવાનોએ જિલ્લા જમીન માપણી વિભાગને વારંવાર વિનંતી કરવા છતાં છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી જિલ્લા જમીન માપણી વિભાગ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નહીં. આ બાબતે ઉપસરપંચ ધીરુભાઈના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાં સંલગ્ન સરકારી કચેરીઓ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા આદિવાસી સમાજના આગેવાનો મયુર પટેલ, ધર્મેશભાઈ, અનિલભાઈ, પરેશભાઈ વગેરેનો સંપર્ક કરતા એમણે અમારો સંપર્ક ખેરગામના જાણીતાં ડો.નિરવભાઈ પટેલ અને વલસાડના જાણીતાં વકીલ કેયુરભાઈ પટેલ સાથે કરાવી આપતાં તેમની રજુઆતોને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માએ વલસાડ તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવાના આદેશ આપતાં DILR વિભાગ દ્વારા ઘડોઇ ગામમાં જમીન માપણી કરવામાં આવેલ અને સત્તાધીશોને ટૂંક સમયમાં નકશો ઉપલબ્ધ કરાવીશું એવી બાંહેધારી આપતાં જમીનવિહોણા છ જેટલાં ગરીબ પરિવારજનોને રાહતના શ્વાસ મળ્યા હતાં.
આ બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે પ્રથમ વખત સરપંચ, ઉપસરપંચ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં આવ્યા ત્યારે એમણે કુલ 36 પરિવારોની હાલત કફોડી હોવાની હકીકત જણાવેલ અને એમાંથી 6 જેટલાં પરિવારો સાવ કફોડી હાલતમાં હોવાની રજૂઆત કરતા જણાવેલ કે ગ્રામપંચાયતના સત્તાધીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં DILR વિભાગ દ્વારા અસંવેદનશીલતા દાખવી આડોળાઈ કરવામાં આવેલ અને કોઈ કાર્યવાહી નહીં કરેલ.ગરીબ પરિવારની લાચારીને ધ્યાને લઇ વલસાડ જિલ્લા કલેકટરને રજુઆત કરતા તેમણે સંવેદનશીલતા દાખવી વલસાડ તાલુકા વિકાસ અધિકારીને ઘટતી કાર્યવાહી કરવાના આદેશ આપતાં DILR વિભાગને કામગીરી કરવાની ફરજ પડી છે. DILR વિભાગ અને વલસાડ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જો યોગ્ય કામગીરી કરવામાં આવશે તો નિરાધાર પરિવારોને રહેવા માટે જમીન મળી રહેશે તો એમને પણ ગરીબોના આશિર્વાદ મળશે એવું મારું માનવું છે.

