વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઉમલી ગામમાં સ્મશાનભૂમિના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં કપરાડા નજીક થયેલા એક અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારજનોને તેમના વહાલસોયાની અંતિમવિધિ માટે ખુલ્લા આકાશ નીચે જવું પડયું હતું.

ઉમલી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાકી સ્મશાનભૂમિની સુવિધા ઉપલબ્ધ નથી. આ કારણે સ્થાનિક રહેવાસીઓને મૃતકોની અંતિમવિધિ માટે ખુલ્લી જગ્યામાં વ્યવસ્થા કરવી પડે છે. આ પરિસ્થિતિ વિકસિત ગુજરાતના વિકાસના દાવાઓ પર પ્રશ્નચિહ્ન ઉભા કરે છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સ્થાનિક લોકોની માંગ છે કે સરકાર દ્વારા ગામમાં યોગ્ય સ્મશાનભૂમિની સુવિધા ઉભી કરવામાં આવે, જેથી મૃતકોને સન્માનજનક રીતે અંતિમવિધિ કરી શકાય. આ સમસ્યા માત્ર એક પરિવારની નહીં, પરંતુ સમગ્ર ગામની છે, જેનું નિરાકરણ તાત્કાલિક લાવવું જરૂરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here