દમણ: દમણના કલારિયા જંકશન, સેન્ટર પોઈન્ટ બિલ્ડીંગમાં આવેલી દુકાનમાં SBIના એટીએમને તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોઇ કારણોસર એટીએમ ન તૂટતા આરોપી ફરાર થઇ ગયા હતા. આ એટીએમમાં 59 લાખ રૂપિયા રોકડા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સોમનાથ બ્રાન્ચના મેનેજર બદ્રીનાથે ગત 6 ઓગસ્ટ, 2025ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
એસપી કેતન બંસલ અને એસડીપીઓ તનુ શર્માના માર્ગદર્શન હેઠળ કચીગામ પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ટેક્નિકલ એનાલિસિસ અને બાતમીના આધારે મુખ્ય આરોપી હિતેશ કંડારાને પકડી લીધો છે. તેની પાસેથી બાઈક નંબર GJ-15-EK-2969 અને મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલો પાવડો જપ્ત કરાયો છે.તપાસમાં જાણવા મળ્યું કે બે આરોપીઓ એટીએમમાં ગયા હતા. ત્રીજો આરોપી બાઈક પર બહાર ઊભો હતો. હિતેશે કબૂલ્યું કે તેણે રાજસ્થાનના પાલી જિલ્લાના બે સગીર આરોપીઓ સાથે યોજના બનાવી હતી.
આરોપીને હિતેશને કોર્ટમાં રજૂ કરી 13 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.પોલીસે કચીગામના ચીકુવાડીના રહેવાસી હિતેશ ભેરારામ કંડારાને ઓળખી કાઢ્યો અને તેની ધરપકડ કરી હતી. તેણે અન્ય બે આરોપીને દમણમાં આશ્રય આપ્યો હતો. આ ટોળકીએ અગાઉ પણ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની પેટ્રોલિંગ વાન જોઈને તેઓ વાપી તરફ ભાગી ગયા હતા. ફરાર થયેલા બે સગીર આરોપીઓનું પાલીમાં વાહન ચોરી સહિતનું ક્રિમિનલ રેકોર્ડ છે.

