અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી એસિડિક કેમિકલ લીકેજ થતા તીવ્ર વાસ આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. આ અંગે પોલીસ મથકમાં જાણ કરતા ટેન્કર માલિકને બોલાવી વાલ્વ બંધ કરાવ્યા હતા. ટેન્કર એસિડ જેવું કેમિકલ નીચે ઢોળાતા જમીન પણ બગડી હતી. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક એક ટેન્કર ચાલકએ વૃદ્ધને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જે અકસ્માત બાદ ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર થઇ ગયો હતો. જે ટેન્કરને પોલીસ દ્વારા ડિટેઇન કરી પોલીસ મથકે લઇ આવી હતી, જ્યાં પોલીસ મથક પાસે પાર્ક કરવામાં આવ્યું હતું.
જો કે અકસ્માતને લઇ ટેન્કરનું ઉપરનું ઢાંકણ અને ટેન્કર પાછળનો વાલ્વ લીકેજ થઇ ગયો હતો અને અંદરથી તીવ્ર વાસ આવી રહી હતી. જેને લઇ તેની નજીકથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. આ અંગે જાગૃત નાગરિક દ્વારા ત્વરિત અસરથી જીઆઇડીસી પોલીસમા જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. Decision News ને મળેલી માહિતી મુજબ ટેન્કર માલિકનો સંપર્ક કરી સ્થળ પર બોલાવ્યા હતા.તેમની તેમજ ફાયરની મદદથી લીકેજ વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. જો કે સ્થળ પર રાસાયણિક જમીન પર ઢોળાયું હતું.
જેને લઇ જમીન પણ એટલી બગડી હતી.ટેન્કરમાંથી એસિડ લીકેજ થયા બાદ આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાય હતી. જેના કારણે કેટલાય લોકોએ આંખોમાં બળતરાનો પણ અનુભવ કર્યો હતો.પોલીસે સમય સુચકતા વાપરીને ટેન્કરના માલિકને જાણ કરતા તે સ્થળ પર દોડી આવ્યો હતો અને વાલ્વ બંધ કરી દેતા એસિડનો લીકેજ અટકી જતા સૌએ હાશકારો લીધો હતો. પોલીસે જપ્ત કરેલાં ટેન્કરમાંથી અચાનક એસિડ લીકેજ થવા માંડતા ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતાં. એસિડ લીકેજ થતાં એક તબકકે લોકોમાં ભય ફેલાયો હતો.

