વલસાડ: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડના આદર્શ નગરમાં ભંગારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર સેફ્ટીના સાધનોના અભાવને કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની લપેટમાં આજુબાજુના 12 જેટલા ભંગારના ગોડાઉન આવી ગયા હતા.
ગોડાઉનમાં પ્લાસ્ટિક, કાપડ, પેપર અને અન્ય જ્વલનશીલ વસ્તુઓ હોવાથી વહેલી સવારના 4 વાગ્યા સુધી ફાયર ટીમો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.. ફાયર ટીમના પ્રાથમિક અનુમાન મુજબ, ગોડાઉનમાં ફાયર સેફ્ટીના જરૂરી સાધનોના અભાવને કારણે શોર્ટ સર્કિટથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

