વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની આશ્રમ શાળાના શિક્ષકોએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી ગંભીર આક્ષેપો કર્યા છે. શિક્ષકોના જણાવ્યા અનુસાર, તેમની પાસેથી વિવિધ કારણોસર પૈસાની માગણી કરવામાં આવી રહી છે.આ આશ્રમ શાળાઓ નીરા તારગોળ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે.
Decision News ને મળેલી માહિતિ મુજબ સુથારપાડા, અસલોના, સાહુડા, વેરીભવાડા, ચૌસાહાડા અને સુલિયા ગામમાં આ આશ્રમ શાળાઓ આવેલી છે. હાલમાં આ શાળાઓનું સંચાલન વસંતભાઈ બરજુલ પટેલ કરી રહ્યા છે, જેઓ વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પણ છે.
શિક્ષકોએ આરોપ લગાવ્યો છે કે તેમની પાસેથી શાળા વિકાસ, લાઈટબિલ, અનાજ, લાકડા ભાડું અને ચૂંટણી લડવા માટે પૈસાની માગણી કરવામાં આવી રહી છે. આ બાબતે તેમણે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને પોતાની વ્યથા રજૂ કરી હતી.

