વાંસદા: “અનંત પટેલના હાથ મજબૂત કરો, મોગલી બોગલી નહીં ચાલે’ એવું નિવેદન વિશ્વ આદિવાસી દિવસે વાંસદામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આપયનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ જતા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ વ્યથિત થયા હતા તેમની સ્વર્ગસ્થ માતાનું નામ મોગરીબેન છે. આ નિવેદન દ્વારા મેવાણીએ આડકતરી રીતે તેમની માતા પર ટિપ્પણી કરી હોવા આક્ષેપ ઉઠી રહ્યા છે.
નરેશ પટેલ માટે આડકતરી રીતે “મોગલી” નામનો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હોવાનો વિવાદ થયો હતો. નરેશ પટેલે જણાવ્યું હતું કે અમે રાજકારણમાં વ્યક્તિગત પ્રહારો કરતા નથી અને મારી સ્વર્ગીય માતા ઉપર આવી ટિપ્પણી યોગ્ય નથી. આ નિવેદનને લઈને સાંસદ ધવલ પટેલે કહ્યું કે અમે આવી નીચતા પર જતા નથી.
તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો અમારા ધારાસભ્યના સ્વર્ગસ્થ માતા વિશે બીજી વખત વિવાદિત ટિપ્પણી થશે તો અમે અમારી સ્ટાઇલમાં જવાબ આપીશું. અમે ભાજપના નેતાઓ છે, આદિવાસી નેતાઓ છે. અમે કોઈ પણ દિવસ વ્યક્તિગત પરિવારના સભ્યો ઉપર ટિપ્પણી કરતા નથી. આ પ્રકારના વ્યક્તિગત પ્રહારોથી આદિવાસી રાજકારણમાં તણાવ વધી રહ્યો હોવાનું દેખાય છે.

