ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના વિજ્ઞાન કેન્દ્ર ખાતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સરપંચશ્રીઓ સાથે પરીસંવાદના કાર્યક્રમ આયોજનમાં ધરમપુર પોલીસ સ્ટેશનના P I ભોયા, PSI પ્રજાપતિની મહિલા સરપંચો સાથે પરી સંવાદ કર્યો કે સરપંચ પતિઓ સાથે એવી લોકચર્ચા ઉઠી છે.

લોકો કહે છે કે ધરમપુર પોલીસ સ્ટેશનના P I ભોયાએ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સરપંચશ્રીઓ પરી સંવાદનો મજાક બનાવ્યો હોય તેમ અને કાર્યક્રમ માત્ર કામગીરી કરવા ખાતર કરી છે કેમ કે સોશ્યલ મીડિયામાં વાયરલ વિડીયો અને ફોટોગ્રાફ્સમાં સ્પષ્ટ દેખાય છે કે આ કાર્યક્રમમાં મહિલા સરપચશ્રીઓની હાજરી જ દેખાતી હતી, ત્રણ મહિલાઓ માંડ માંડ દેખાય છે, શું ભોયા સાહેબને આ વાતની ખબર નહોતી, શું પરીસંવાદમાં ગામના પ્રતિનિધિ અને લોકોએ જેને મત આપણે ચુંટ્યા છે એવા મહિલા સરપંચો જોડે વાત કરવાની શરમ આવે છે એમને ? શું છે જે દેખાય છે તે મુજબ લગભગ ધરમપુરમાં માત્ર ત્રણ જ મહિલા સરપંચ છે.

ધરમપુરના કાયદો વ્યવસ્થા જાળવનાર અને લોકોના હિતમાં કામગીરી કરવાની શપથ લેનાર PI ભોયા ભૂલી ગયા કે મહિલા સરપંચનું સન્માન અને પંચાયતી રાજની સરપંચની મર્યાદા શું છે ? PI ભોયા ધરતે તો સાચા મહિલા સરપંચો છે એમની સાથે પોતાના ગામની સમસ્યા અને વિકાસના મુદ્દાઓ પર વાત કરી શકતે પણ નહિ એમને તો ઉમરથી પરિસંવાદની કામગીરી મળી અને તે માત્ર કરવા પુરતી કરી નાખી ? વલસાડ પોલીસની શાખની ચિંતા કર્યા વગર, જો પોલીસને જ બંધારણ કે પંચાયતી રાજના ધારાધોરણો ખબર નહિ હોય કે નજરઅંદાજ કરતાં હોય તો.. બીજાનું શું કહેવાનું.. ધરમપુર તાલુકાના પોલીસનું નેતૃત્વ કરતાં PI ભોયાને શું કહેવું હવે…


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here