વલસાડ: વલસાડ એસટી ડેપો પરિસરમાં પ્લેટફોર્મ સામેના ભાગે એક ડ્રાઇવરે પીક અપ ટેમ્પો પાર્ક કરી ચા પીવા જતાં અંદર બેઠેલા બાળકે હેન્ડબ્રેક ઉઠાવી લેતાં પિકઅપ ટેમ્પો પ્લેટફોર્મ તરફ ધસી આવ્યો હતો. જેને લઇ ડેપોમાં ભાર દોડભાગ મચી હતી.વલસાડમાં આવેલા મધ્યસ્થ એસટી ડેપોમાં સામેના ભાગે એક પિકઅપ ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો પરિસરમાં લઇ આવી પાર્ક કર્યો હતો.

આ ચાલક સાથે તેનો બાળક પણ ટેમ્પોમાં હતો.ટેમ્પોનો ડ્રાઇવર એસટી ડેપોની કેન્ટીનમાં ચા પીવા જતાં અંદર બેઠેલા એકલા બાળકે અજાણ્યામાં હેન્ડબ્રેક ઉપાડી લેતાં ટેમ્પો રિલીઝ થઇ જવાના કારણે મુસાફરોની અવરજવર વાળા પ્લેટફોર્મ તરફ ધસી આવતો જોઇને મુસાફરોમાં ભારે દોડભાગ મચી ગઇ હતી.જેમાં ત્રણ ચાર મુસાફરો અડફેટમાં આવી ગયા હતા.

પરંતું સદનસીબે ત્રણેક જણા બચી ગયા હતા. જ્યારે એક ઇસમને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. Decision News ને મળેલી માહિતિ મુજબ આ અકસ્માત સર્જાતા ડેપોના અન્ય પ્લેટફોર્મના મુસાફરોનું ટોળું ધસી આવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here