ચીખલી: દોણજામાં જમીનની લે વેચમાં છેતરપિંડી થઇ છે. ફરિયાદી કાંતિલાલ બાબુભાઈ ટેલર. હાલ તેવો ન્યુજર્સી અમેરિકામાં રહે છે, મૂળ રહે.દોણજા પાટીદાર સ્ટ્રીટ તા.ચીખલીની દોણજા ગામે આવેલ ખાતા નંબર 252 બ્લોક નંબર 1000 વાળી વડીલો પાર્જિત જમીન વેચવાના હોય ગોકુળભાઈ વર્મા તેમની ઘરે સુરતના વ્યક્તિઓને લઈ આવી તેમની સાથે 2,21,00,000/- કરોડ રૂપિયામાં મે મહિનામાં જમીનનો સોદો કરી સુરતના મનોજ વિઠલાણી દ્વારા ત્રણ અલગ અલગ વ્યક્તિના નામના કુલ 6 લાખ રૂપિયાના ચેક આપ્યા હતા અને જે તેમના બેંક ખાતામાં જમા પણ થઈ ગયા હતા.
બાદમાં દસ્તાવેજમાં જંત્રી પેટે ના 8,75,000/- રૂપિયા આરટીજીએસ દ્વારા તેમના ખાતામાં જમા કરાવ્યા હતા. આ દરમિયાન પાંચ જૂનના રોજ તેમને દસ્તાવેજ માટે ચીખલી સબ રજીસ્ટાર કચેરીમાં બોલાવી તે વખતે 15 લાખ રૂપિયા રોકડા આપી કુલ 29.75 લાખ રૂપિયા આપી વિશ્વાસ સંપાદન કરી મનોજ વિઠ્ઠલાણીએ તેમના બહેન જશવંતીબેન અને બનેવી સમજુભાઈ આરદેસણાના નામે દસ્તાવેજ કરાવી લીધો હતો બાકી નીકળતા 1,91,25,000/- જેટલી રકમ દસ્તાવેજની કામગીરી પૂરી થયા બાદ ઘરે આવીને આપીશું તેમ જણાવ્યા બાદ આપ્યા ન હતા.
Decision News ને મળેલી માહિતિ મુજબ જમીનના વેચાણ સોદા મુજબની જણાવેલ તમામ રકમ સમજુભાઈ આરદેસણા પાસેથી મેળવી લીધા બાદ જમીન માલિક કાંતિલાલ ટેલરને ન ચૂકવતા પોલીસે મનોજ વિજુભાઈ વિઠલાણી (રહે.જહાંગીરપુરા સુરત), લતીફ હસન મુલતાની (રહે.ખોલવડ કામરેજ સુરત), સલીમ નસરુદ્દીન પઠાણ (રહે.જહાંગીરપુરા સુરત), ગોકુળ મોરાર વર્મા (રહે.સાદકપોર ) એમ ચાર જેટલા સામે છેતરપિંડીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

