તાપી: ‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ ISROના શૈક્ષણિક પ્રવાસે જઈ રહેલા 28 આદિવાસી બાળકો સુરત એરપોર્ટ પરથી રવાના થયા હતા. આ બાળકો તાપી જિલ્લાની 15 સરકારી શાળાઓના વિજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓ છે.
10 થી 13 ઓગસ્ટ દરમિયાન શ્રીહરિકોટા સ્થિત ઈસરોના સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લેશે.આ દરમિયાન તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલે તેમની સાથે વાત કરી પ્રોત્સાહન આપ્યું હતું.બાળકોની પહેલી હવાઈ મુસાફરી હોવાથી તેઓ ખુબ જ ઉત્સુક જોવા મળ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રોજેક્ટ તાપી જિલ્લા વહીવટીતંત્ર અને આદિવાસી વિકાસ વિભાગ દ્વારા ‘વિજ્ઞાન સેતુ- તાપી કે તારે’ હેઠળ યોજાયેલ છે. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ ચેન્નઈના પ્લેનેટેરિયમ અને ઝુઓલોજિકલ પાર્કની મુલાકાત પણ લેશે.

