કપરાડા: નાનાપોઢામાં શનિવારે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજ દ્વારા નાનાપોઢા બિરસા મુંડા સર્કલ ચાર રસ્તા પર આદિવાસી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની આગેવાનીમાં આદિવાસી લોકો દ્વારા ખુબજ ધામ ધૂમથી ઉજવવામાં આવી હતી.
નાનાપોઢામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો સવારથી જ ભેગા થવા લાગ્યા હતાબપોરના 2 વાગ્યેથી શરૂ થયેલી રેલીમાં 10 જેટલા ડીજે સાથે એ.પી .એમ સી માર્કેટ માંથી વિશાલ રેલી નીકળી હતી.જે વાતે ગાજતે નાનાપોઢા બિરસા મુંડા સર્કલ ચાર રસ્તા ખાતે આવી આદિવાસી જન નાયક બિરસા મુંડાની પ્રતિમા આગળ આદિવાસી પરંપરાગત રીતે પૂજા વિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાનાપોંઢા સરપંચ અને એ.પી. એમ સી .ચેરમેન મુકેશ પટેલ, ગુલાબભાઈ રાઉત, રમેશભાઈ ગાવિત,વિપુલ ભોયા,મંગળભાઈ ગાંવિત સહિત અનેક યુવાનો વડીલો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સભા સ્થળે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યાં હતા.

