ધરમપુર: ગતરોજ ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહભેર નાચ ગાન સાથે કરવામાં આવી હતી આ અવસરે આદિવાસી સમાજના લોકોએ પોતાની પરંપરાગત વેશભૂષા પહેરી રેલીમાં જોવા મળ્યા હતા.
આદિવાસી સમાજ લોકો દ્વારા વર્ષોથી પ્રકૃતિનું જતન કરતો આવ્યો છે. તેઓ જળ, જંગલ અને જમીનની જાળવણી માટે સદીઓથી કાર્યરત છે. આ ઉજવણીમાં યુવાનોએ પણ આદિવાસી સમાજનો પરંપરાગત પહેરવેશ પહેરી રેલીમાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વાજિંત્રો અને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા ઓજારો સાથે જોડાયા હતા. પ્રાચીન સંગીત સાથે આદિવાસી સંસ્કૃતિના નૃત્યો પ્રદર્શિત કર્યા હતા.
ધરમપુરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની પરંપરા જાળવી અને 14 ઓગસ્ટે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામોટી સંખ્યામાં હાજર રહેવા આહ્વાહન કરવામાં આવ્યું હતું યોજવામાં આવશે.

