ધરમપુર: માં પ્રકૃતિની પૂજા સાથે પ્રારંભ કરી ધરમપુર તાલુકામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની  ઉજવણી તો કરાઈ પણ રેલીમાં D J નો ડખો ઊભો થયો અને ધરમપુરની આદિવાસી રેલીમાં આગેવાનો વચ્ચે વિખવાદના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ધરમપુરમાં  ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ઉજવણીને લઈને પહેલા થી જ ત્રણ ભાગમાં આદિવાસી સમાજ વહેચાઈ ગયો હતો એક બાજુ આદિવાસી આગેવાનોના સમૂહનુ એવું કહેવું હતું કે આપણે આપની સંસ્કૃતિ પરંપરા અને રીત રિવાજો, આદિવાસી ગીતો, વાધ્યો સાથે રેલીનું આયોજન કરી નવી પેઢીને આદિવાસી અસ્મિતાની ઓળખ કરાવી આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીશું, બીજા આગેવાનોનો સમૂહ એમ કહેતો હતો કે સંસ્કૃતિ પરંપરા તો ખરી જ પણ DJ તો લાવવો જ પડે આપદે સમાજનું શક્તિ પ્રદર્શન કરવાનું છે, જો DJ નહીં લાવીએ તો યુવાનો રેલીમાં બહુ ઓછા જોડાઈ, ત્રીજા..સરકારી આદિવાસીઓનો સમૂહ જે સરકાઋ કાર્યક્રમ માટે સમર્પિત બન્યા હતા જેને લઈને એમ કહી શકાય કે ધરમપુર ની આદિવાસી એકતા, સામુહિકતા તૂટી અને સમાજ વેર- વિખેર થયો..

આ આદિવાસી આગેવાનો વચ્ચેના એકબીજા સાથેના અણગમા રેલીના સમાપન વખતે સામે આવ્યા અને સમાજ બાજુમાં રાખી.. આગેવાનોના ‘અભિમાન’ ટકરાયા.. અને નોબત એ આવી કે એકબીજા વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા બાદમાં ધરમપુર પોલીસે વચ્ચે પડવું પડ્યું અને મામલો થાળે પડયો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here