ઝઘડિયા: ઝઘડિયા નગર ખાતે તા 9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ ધરતી આબા ક્રાંતિ વીર આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનુ અનાવરણ પ્રસંગે બિરસા મુંડા યુવા સંગઠન સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Decision News ને મળેલી જાણકારી મુજબ બિરસા મુંડા યુવા સંગઠન સમિતિ દ્વારા યુનિટી બ્લડ સેન્ટર ભરૂચના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પનું બીરસા મુંડા ચોક ઝઘડિયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઝઘડિયા નગરના લોકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 32 યુનિટ જેટલું બ્લડ ડોનેટ થયું હતું.
આ બ્લ્ડ ડોનેશન કેમ્પ ઝઘડિયા નગર ના સરપંચ સુરેશભાઈ વસાવા, એડવોકેટ સ્મિત વસાવા, વિજય વસાવા તેમજ બિરસા યુવા સંગઠન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ઝઘડીયા નગરના ના પૂર્વ ડેપ્યુટી સરપંચ વિજયસિંહ પરમાર, સામાજિક આગેવાન કનુભાઈ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

