ગુજરાત: ગુજરાત સરકારના નાણાં ,ઊર્જા અને પેટ્રોકેમિકલસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઇ ,શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને વિધાનસભા ઉપદંડક વિજયભાઈ પટેલનું જિલ્લા ફેર બદલીથી આવેલા શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.જિલ્લા ફેર બદલીથી આવેલા શિક્ષકો દ્વારા ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ,શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને વિધાનસભા ઉપદંડક વિજયભાઈ પટેલનું સન્માન કાર્યક્રમ સચિવાલયમાં કરવામાં આવ્યો હતો.
સૌ પ્રથમ જિલ્લા ફેર કેમ્પ નવેમ્બર મહિનામાં કરવામાં આવ્યો હતો.જેમાં 50 ટકા સિનિયર શિક્ષકો અને 50 ટકા અગ્રતાના કિસ્સામાં કરવામાં આવતાં વલસાડ જીલ્લામાં અગ્રતાના ઉમેદવારો ઓછાં હોવાને લીધે બાકી રહેતી જગ્યા ખાલી રાખવામાં આવી હતી.જેમાં 15 વર્ષથી વધુ સમયથી જિલ્લા બહાર ફરજ બજાવતા શિક્ષકો રહી ગયાં હતાં.જેમાં વલસાડ જિલ્લાના શિક્ષક તસવીર પટેલની આગેવાનીમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને જાણ કરતાં નાણાંમંત્રીએ શિક્ષણ મંત્રીને તરત જ જાણ કરવામાં આવી કે મારાં જિલ્લાનાં શિક્ષકો જિલ્લા ફેર બદલીથી રહી ગયાં છે એમને બાકી રહેલી જગ્યાઓ સિનિયર શિક્ષકોથી ભરવામાં આવે.
આપણાં નાણાંમંત્રી બોલે ઓછું અને કામ વધારે કરે એવા મંત્રીએ શિક્ષણ નિયામકને પણ ટેલિફોનિક જાણ કરતાં જનરલ જિલ્લા ફેર બદલી કેમ્પ ઓફલાઇન બીજો તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. જેથી 15 વર્ષથી વધુ સમયથી જિલ્લા બહાર ફરજ બજાવતા શિક્ષકોનો પ્રશ્ર ઉકેલાયો હતો.આ દરમ્યાન વાપી તાલુકાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી તસ્વીર પટેલ અને ઉમરગામ ઉપાધ્યક્ષ અંકુર માહલા દ્વારા વાપી,ઉમરગામ તાલુકાના શિક્ષકોના પગાર નિયમીત સમયમાં કરવામાં આવેએ બાબતે નાણામંત્રીને જાણ કરતા નાણાંમંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનીક જાણ કરતાં તાલુકા વિકાસ અધિકારીએ સમયસર પગાર કરવામાં આવશે એમ કહેવામાં આવ્યું.આ કાર્યક્રમમાં વિપુલ રાઉત,ગિરીશ પટેલ,મહેશ ધૂમ જિલ્લા ફેર બદલીથી આવેલા શિક્ષકો હાજર રહ્યા હતાં.

