વલસાડ: વલસાડ શહેરના તિથલ રોડ સહિત મુખ્ય માર્ગો પર ગતરાત્રે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ છવાઈ ગયો હતો. આ કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. શહેરના પોશ વિસ્તાર તિથલ રોડ સહિતના મુખ્ય માર્ગો પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી હતી.
બંધ સ્ટ્રીટ લાઈટોને લઇને સ્થાનિકોએ બ્લેક આઉટ જેવો અહેસાસ કર્યો હતો.રાત્રે કામ, ધંધા કે નોકરી પરથી ઘરે પાછા ફરતા લોકોને આ અંધારાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. રાત્રે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું.
Decision Newsને મળેલી માહિતિ મુજબ સ્થાનિક લોકોએ માંગ કરી છે કે પાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી આ સમસ્યા પર ધ્યાન આપે. તેઓ ઈચ્છે છે કે આગામી દિવસોમાં ઝડપથી સ્ટ્રીટ લાઈટની સેવા પુનઃ શરૂ થાય જેથી નાગરિકોને તેનો લાભ મળી શકે.

