વલસાડ: વલસાડ જિલ્લાના વાપીના છરવાડા બ્રિજ પાસે એક દુર્ઘટના સામે આવી છે.વાપીથી વલસાડ જઈ રહેલી બાઇક નંબર GJ-15-ED-7257 અચાનક સ્લીપ થઈ ગઈ. બાઇક ચાલકે કોઈ કારણોસર બ્રેક લગાવતા આ અકસ્માત થયો.
Decision Newsને મળેલી માહિતિ મુજબ બાઇક સ્લીપ થવાથી બાઇક પર સવાર બે વ્યક્તિઓમાંથી ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર બીજા વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને વાપી ટાઉન પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડયો હતો. વાપી ટાઉન પોલીસની ટીમે મૃતકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરી છે.

