જંબુસર: રાજયમાંટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે ત્યારે હેલમેટના કારણે જીવ બચી ગયો હોય તેવો કિસ્સો જંબુસર તાલુકામાંથી સામે આવ્યો છે. સારોદ ગામે રહેતા અને અને દૂધમાંથી કાવીનો હલવો બનાવવાનો વ્યવસાય કરતાં સાદિકભાઇ ધેડ ગતરોજ સવારે 5 વાગ્યાના અરસામાં દૂધ લેવા માટે નોંધણા ગામે જઇ રહયાં હતાં. તેઓ બાઇક લઇને સારોદ ગામેથી નીકળ્યાં હતાં.

સારોદના રસ્તા ઉપર બાવળના વૃક્ષની ડાળી તેમના ઉપર પડતા તે નીચે પટકાયા હતા તેમણે હેલ્મેટ પહેર્યું હોવાથી માથાના ભાગે ઇજા થઇ ન હતી. વહેલી સવારનો ટાઈમ હોવાથી રસ્તા પર અવરજવર નહતી જેથી એમની મદદથી કોઈ આવ્યું નહીં પરંતુ જંબુસર પોલીસ સ્ટેશનમાં એએસઆઇતરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ બાથમ ત્યાંથી પસાર થઇ રહયાં હોવાથી તેમણે વૃક્ષની ડાળી નીચે દબાયેલા બાઇકસવારને જોયો હતો. તેમણે વૃક્ષ નીચેથી બાઇક સવારને કાઢવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમને સફળતા મળી ન હતી.

આ સમયે એક એસટી બસ આવી જતાં મુસાફરોની મદદથી ડાળી હટાવી બાઇક સવાર સાદિકભાઇને બહાર કાઢવામાં આવ્યાં હતાં. તેમને એએસઆઇની ગાડીમાં જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. હેલમેટ પહેરેલો હોવાથી તેમને માથામાં ઇજા થઇ ન હતી પણ કપાળના ભાગે ડાળી વાગતાં તેઓ બેભાન થઇ ગયાં હતાં. તેમને વધુ સારવાર માટે વડોદરાની એસએસજીમાં ખસેડવામાં આવ્યાં છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here