શિક્ષણનીતિ: 75% હાજરી હશે તો જ ધોરણ 10 અને 12ની પરીક્ષાની હોલ ટિકિટ વિદ્યાર્થીને મળશે, નહીંતર વિદ્યાર્થીને ડમી ગણાશે, એવો આદેશ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને પ્રિન્સિપાલોને કર્યો છે. નોટિફિકેશન અનુસાર શૈક્ષણિક વર્ષ 2025-26માં જો કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં રેગ્યુલર હાજર રહેતો ના હોય તથા લેખિત રજા સાથે યોગ્ય પુરાવા રજૂ નહીં કરતો હોય તો તેને ડમી કે નોન-એટેન્ડિંગ ગણવામાં આવશે. આટલું જ નહીં, તે વિદ્યાર્થીને ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર પરીક્ષાની હોલ ટિકિટ નહીં આપવા સાથે સાથે પરીક્ષામાં કોઈ પણ સંજોગમાં બેસવા દેવાશે નહીં.ખાસ જ કેસમાં 25% સુધી રાહત મળશે.
જો કે, તે માટે પુરાવા આપવા ફરજિયાત છે. સ્કૂલોએ રોજે રોજનો હાજરીનો રેકોર્ડ અપડેટ રાખવાનો રહેશે.કારણ કે, બોર્ડ દ્વારા સ્કૂલમાં ઓચિંતી ચેકિંગ હાથ ધરશે.જો વિદ્યાર્થીની હાજરી ઓછી હોય તો માતા-પિતાને તેની લેખિત જાણ કરવી ફરજિયાત છે. રજિસ્ટર્ડ પોસ્ટ કે પછી ઇમેલ દ્વારા જાણ કરવાની રહેશે. જેથી તેઓને તેમના બાળકની હાજરીની સ્થિતિ મામલે સ્પષ્ટ માહિતી મળશે અને ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર પરીક્ષામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આવશે.
હાજરી મામલે વાલીને લેખિતમાં જાણ કરવી:
- હાજરી 75% હોવી જ જરૂરી છે એ વાત દરેક વિદ્યાર્થી અને પેરેન્ટ્સને સ્કૂલોએ શરૂઆતથી જ સ્પષ્ટ રીતે સમજાવવી જરૂરી છે.
- વિદ્યાર્થી બીમાર હોય કે કોઈ પણ કારણસર ગેરહાજર રહેતો હોય તો તેણે સ્કૂલને લખીને અરજી આપવી અને બીમારી હોય તો ડોક્ટરનો પત્ર પણ આપવો ફરજિયાત છે. મોઢેથી કહેલી રજા માન્ય નહીં ગણાશે.
- સ્કૂલે દરરોજ હાજરી નોંધવી, ક્લાસ ટીચર અને મુખ્ય શિક્ષકની સહી લેવી અને આવી યાદી તપાસ માટે તૈયાર રાખવી જરૂરી છે.
- જો વિદ્યાર્થી વારંવાર સ્કૂલે નહીં આવે કે તેની હાજરી 75% કરતાં ઓછી હોય તો સ્કૂલે માતા-પિતાને રજિસ્ટર્ડ પોસ્ટ કે સ્પીડ પોસ્ટ કે પછી ઈમેઈલ દ્વારા લેખિતમાં જાણ કરવી જોઈએ અને આ જાણનો રેકોર્ડ સાચવી રાખવો જરૂરી છે.
- CBSE સ્કૂલોની ઓચિંતા તપાસ કરી શકે છે, જો બાળક સ્કૂલ જતો ન હોય અને એનો રેકોર્ડ પણ ન હોય તો બોર્ડ તેને પરીક્ષામાં બેસવા નહીં દેશે

