ચીખલી: ચીખલી તાલુકાના કણભઈ ગામના દેસાઈ ફળિયામાં રહેતા જશવંત પટેલ નામના 40 વર્ષના સંપૂર્ણ દિવ્યાંગ વ્યક્તિ અને એની વયોવૃદ્વ વિધવા વડીલ માતા જેની હાલત ખુબ જ દયનિય છે.બંને માંડ માંડ હલનચલન કરીને જેમતેમ કરીને પોતાનું જમવાનું બનાવે છે અને થોડી મદદ આસ પડોસના લોકો કારે છે.ઘરમાં ટોયલેટ બાથરૂમ નહીં હોવાથી આટલી ઉંમરે માંડ માંડ ઝાડા પેસાબ કરવા મજબુર છે.આ બાબતે ગ્રામજનો દ્વારા સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઈ પટેલને જાણકારી આપી તંત્રને મદદરૂપ થવા અપીલ કરવા જણાવતાં ડો.નિરવ પટેલે પોતાની ટીમના સભ્યો વિજય કટારકર, દલપત પટેલ,ભાવેશ,કુંદન,કાર્તિક,મયુર વગેરે સાથે મળીને લાચાર પરિવારની મોડી સાંજે મુલાકાત લીધી હતી.
ગામના આગેવાનો કણભઈ સરપંચ છત્રપાલ પટેલ, સતાડીયા સરપંચ દિપક પટેલ, ડેપ્યુટી સરપંચ સાગરભાઈ, માજી સરપંચ જીતુભાઇ, કનૈયાભાઈ ચુનીલાલ, પ્રદીપભાઈ,જીગીશભાઈ,શંકરભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.પરિવારનુ સ્થળ નિરીક્ષણ કરતા પરિવારની દારૂણ ગરીબી અને કરુણ પરિસ્થિતિ જોઈને તમામ દુઃખી થયા હતાં અને ત્વરિત નવસારી જિલ્લા કલેકટર, ચીખલી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ઇમેઇલ કરી તાત્કાલિક ઘર બનાવી આપવા માટેની સહાય આપવા માંગ કરી હતી.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે આજરોજ દર્દી વધુ હોવાથી થોડું મોડુ થતાં ગ્રામજનો આગમનની રાહ જોઈને ક્યારના બેસેલા હતાં પરંતુ સાંજના સમયે પહોંચતા અંધારું થઇ જતાં રાત્રીના અંધકારમા ખરી હકીકત જાણવા મળી કે ફળિયામાં પ્રવેશ કરતા રોડમાં ગાડીના અર્ધા ટાયર ખૂંપી જાય એટલા ખરાબ રસ્તા હતાં.
ઘરમાં ઘુસવા માટે આખુ વાંકુ વળવું પડે એવી પરિસ્થિતિ અને જમીન વરસાદના ઝાપટાઓને લીધે પોચી અને ચીકણી અને જ્યાં જોય ત્યાં કરોળિયાના જાળા અને બાથરૂમ સંડાસના અભાવે ઘર પણ ગંધ મારતું હતું કારણ કે બંને મા દિકરા માંડ માંડ કામ કરીને જિંદગી જીવે અને જમવાનું બનાવતા હોય તો બીજી તો શુ અપેક્ષા રાખવાની હોય.સ્થળ મુલાકાત દરમ્યાન આસપાસના સેવાભાવી પડોસી લોકોએ અમને વિનંતી કરેલ કે ડોક્ટર સાહેબ દાદી અને આ ભાઈ માટે સરકારી સહાયમાંથી શૌચાલય,બાથરૂમ અને એક પાકુ ઘર બનાવવા માટે વિનંતી કરશો કારણકે આ પરિવારની વેદના સહન નથી થતી.આ બાબતે ઘણીવાર મૌખિક રજુઆતો થઇ છે પરંતુ આલોકોનું સાંભળનાર કોઈ નથી.તે વાત હૃદયને હચમચાવી ગઈ.
આથી આ બાબતે હાલની ચૂંટણીમા વિજેતા થયેલા નવનિયુક્ત સરપંચશ્રી છત્રપાલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં તેમણે પણ પોતાની કક્ષાએથી ઘટતી ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી.પરંતુ સ્થાનિક પ્રશાશનની કક્ષાએથી ત્વરિત ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને આ સંપૂર્ણ દિવ્યાંગ યુવક અને વયોવૃદ્વ વિધવા વડીલને રહેવા માટે તાત્કાલિક સન્માનજનક પરિસ્થિતિ મળી રહે તેમજ એલોકો માટે પ્રશાશન તરફથી દરમહિને પર્યાપ્ત માત્રામાં નિયમિત અનાજ કરિયાણું મળતું રહે તેવી અમારી માંગ છે.

