આમોદ: આમોદ-દહેજ રોડ પર આછોદ પુલ પાસે સેન્ટીંગ સામાન ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દહેજથી ધોલેરા તરફ જઈ રહેલી ટ્રક ઓવરલોડ હોવાથી બ્રેક પાઇપ ફાટી ગઈ હતી. આ કારણે ટ્રક ખાડીના બ્રિજ પરથી પાછળ સરકીને ખાડામાં ખાબકી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જોકે, ડ્રાઈવરના પગમાં ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ અકસ્માતની જાણ થતાં ટ્રકના માલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર જ વધુ વિલંબ ન થાય તે માટે ટ્રકમાં ભરેલો માલ બીજી ટ્રકમાં લદાવી આગળ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here