નવસારી: નવસારીમાં જૂનાથાણાથી સર્કિટ હાઉસ જતા માર્ગ પર રસ્તાનું બ્યુટીફિકેશન કરવા માટે જે તે સમયની નવસારી-વિજલપોર નગરપાલિકાએ લાઈટના થાંભલાઓ ઊભા કર્યા હતા. હલકી ગુણવત્તાવાળા આ થાંભલાઓ કટાઈને જર્જરિત હાલતમાં બની ગયા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ સવારે 7 વાગ્યાની આસપાસ જિલ્લા પોલીસવડાની કચેરીના ગેટની પાસેનો થાંભલો ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયો હતો. સવારના સમયે અવરજવર નહિવત હોવાથી જાનહાનિ ટળી હતી અને જાનમાલનું નુકસાન થયું ન હતું.
રસ્તા પર લાઈટનો થાંભલો પડી જવાના કારણે રસ્તાની બન્ને તરફથી અવર-જવર બંધ થઈ ગઈ હતી. જેથી થોડો સમય ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. જોકે ત્યારબાદ આ થાંભલાને રસ્તા પરથી ખસેડી લેવાથી રસ્તો પુનઃ ચાલુ થઈ ગયો હતો.

