ભરુચ: વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં એક દુઃખદ ઘટના બની છે. ખેડૂત રામસિંગ વસાવાએ પોતાના શેરડીના ખેતરમાં જંગલી પશુઓથી પાક બચાવવા માટે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ગત 3 ઓગસ્ટના રોજ બપોરે 12:30 થી 4 ઓગસ્ટના રોજ સવારે 8 વાગ્યાની વચ્ચે, ગામના સવિતાબેન રાકેશ વસાવા અને પ્રવીણ પ્રભાત વસાવા અજાણતાં આ તારને અડી ગયા હતા. બંનેને જોરદાર વીજ કરંટ લાગ્યો અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
બનાવની જાણ થતાં વાલિયા પોલીસ તરત જ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા હતા અને અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળમાં સેવા બજાવતો હતો. તેના આકસ્મિક અવસાનથી GRD જવાનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

