નવીન: મારું સપનું – મારાઆદિવાસી લોકોના હ્રદયમાં ચમકતું ભવિષ્ય! જ્યાં આશા ન હતી, ત્યાં ચર્ચા શરૂ થઇ. જ્યાં મૌન હતું, ત્યાં સંવાદ ઊગ્યો. યુવાઓ માટે સંવાદ, તાલીમ, નેતૃત્વ, કલાની અભિવ્યક્તિ અને સામાજિક એકતા માટે Step of Inspiration Youth Group નું બીજ વાવ્યું – અને આજે તે વૃક્ષ બનીને અનેક યુવાન ડાળીઓ ધરાવે છે.
જ્યાં મારા જેવા અનેક યુવાઓ આશાની શોધમાં હતા.. એક તકની શોધમાં હતા.. ઓળખ માટે તરસતા હતા. મારો મંતવ્યો હતો કે યુવાઓમાં રહેલી શક્તિને સાથી દિશામાં વાળવી ખૂબ જરૂરી છે. ગ્રુપ દ્વારા અનેક યાત્રાઓ, સંવાદ, તાલીમ શિબિરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા. યુવાઓને એમના જાતિ, ભાષા અને સંસ્કૃતિ પર ગર્વ થાય એ માટે માહોલ ઉભો કર્યો.
દરેક ગામડામાં જ્યાં પણ ગયા, જઈને એક જ વાત કહી – “જ્યાં સુધી તમે જાતને ન ઓળખો, ત્યાં સુધી દુનિયા તમને ઓળખશે નહીં!” સંસ્કૃતિને જીવનમાં જીવાવવાનું ઉદાહરણ નૃત્ય, લોકસંગીત, આદિવાસી પોશાક, ભાષા અને પ્રકૃતિને ‘પૂજનીય’ થી ‘પ્રેરણાસ્પદ’ સુધી લાવવાનો પ્રયાસ કર્યો. કારણ કે.. સાંસ્કૃતિક વારસો – એ જ આપણી ઉડાન છે.
પ્રકાસ ચૌધરી કહે છે મારો દ્રષ્ટિકોણ હંમેશા સાફ રહ્યો છે – આદિવાસી યુવાઓને આત્મવિશ્વાસ આપવો. સમાજને પોતાની ઓળખ માટે ગર્વ કરાવવો. અને વિશ્વને બતાવવું કે મૂળમાંથી પણ ઉજાસ ફૂટે છે. સાંસ્કૃતિક ઓળખ, યુવાનોમાં જાગૃતિ, અને સમાજ માટે સેવા. કેમ કે, આપણી ખામોશીથી નહીં – આપણા પ્રયત્નોથી બદલાવ આવશે. અને એ બદલાવ હવે અંતરાથી શરૂ થયો છે. “હું આદિવાસી છું, અને ગૌરવથી ! આપણા મૂળમાં સાદગી છે, સાથવવી છે અને બદલાવ લાવવો છે. વિચારોથી ડિજિટલ, પ્રયાસોથી પરિવર્તન આવશે – અને એ પ્રયત્નો મારાથી શરૂ થાય છે.

