વાંસદા: વાંસદાના ચારણવાડા ગામમાં આવેલી ખોડિયાર હોટલ પોતાના ખારકૂવાનું પાણી ખુલ્લા ખેતરમાં છોડી આદિવાસી ગ્રામજનોના આરોગ્ય સાથે ખિલવાડ કરતું હોવાનું ધ્યાને આવતા ગામ લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે આ બાબતને લઈને તંત્ર નિદ્રાધીન સ્થિતિમાં ઝડપાયું છે આ હોટલમાં મોટા માથાંની પાટનરશીપ હોવાનું પણ લોકો કહી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ગ્રામ પંચાયતમાં થયેલી ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે હું ગોવિંભાઈ છોટુભાઈ ભોયે ચારણવાડા નિગલુ નાયકી ફળિયું અહિં ખોડિયાર હોટલનુ ગંદુ પાણી મારા ખેતરમાં છોડેલોમાં આવે છે. મારા ખેતર માંથી આજુબાજુનાં સાત થી આઠ ઘરોમાં તથા ખેતરોમાં પાણીનો ભરાવો થાય છે. તથા મચ્છરો ઉપદ્રવ થાય છે. અને ખેતરમાં ખેતી કરવા માટે ખેતરમાં ઉભા પણ રહી શકાતું નથી. રસ્તા પરથી પસાર થતા લોકો પણ ગંદકીનો ભોગ બને છે.
પાણી છોડવાના ફોટા તથા વિડીયો સરપંચશ્રીને મોકલેલ છે. અને આ ગંદકીને કારણે રોગચાળો ફેલાવાની શકયતા રહેલી છે. આથી ગામ પંચાયત ચારણવાડાને અમારી સૌની નમ્ર અરજ છે કે આ ગંદકી બાબતે ઘટતું કરી અમને ન્યાય આપવવા મહેરબાની કરશો.

