ડૉ. એ.કે. રૈરુ ગોપાલ, એ નામ, જે કોઈ પુરસ્કારથી કે કોઈ ખ્યાતિથી નહિ પણ લોક સેવાથી ઓળખાતું હતું. તેમણે પોતાના જીવનના 50 વર્ષ ગરીબોની સેવામાં સમર્પિત કર્યા હતા. ફક્ત 2 રૂપિયામાં સારવાર કરીને હજારો જીવનો બચાવ્યા.
દરરોજ સવારે 4 વાગ્યે ઉઠીને પોતાના ઘર ‘લક્ષ્મી’માં બનેલા નાના ક્લિનિકમાં બેસી જતા. સાંજે 4 વાગ્યા સુધી થાક્યા વગર, કોઈ રજા વગર.. કનૂર અને આસપાસના ગામોમાંથી આવતા દરેક એ દર્દીને જોતા, જે મોટી હોસ્પિટલો સુધી પહોંચી શકતા નહોતા. બાળકો, વૃદ્ધો, મહિલાઓ, મજૂરો.. દરેક માટે તેઓ ફક્ત “જનતાના ડોક્ટર” હતા. ‘ટુ રુપી ડૉક્ટર’ કહેવાતા આ દેવદૂતે ક્યારેય પૈસાને પ્રાથમિકતા આપી નહીં, તેમનો ધર્મ સેવા હતો, અને ઓળખ માનવતા હતી.
આજે જ્યારે તેઓ આપણી વચ્ચે નથી, ત્યારે ફક્ત તેમનું ક્લિનિક જ સૂનું નથી થયું, સુનો થયો છે એક એવો વિશ્વાસ, જે આજના સમયમાં બહુ ઓછો જોવા મળે છે. ડૉ. એ.કે. રૈરુ ગોપાલ, તમે જે કર્યું, તેને આંકડાઓમાં માપી શકાય છે, ન શબ્દોમાં સમાવી શકાય છે. તમે દુનિયાને વિદાય આપી, પરંતુ તમારી કહાની, તમારી સેવા, અમને હંમેશા યાદ અપાવશે કે ભારતની અસલી તાકાત આ જમીનમાંથી, આ લોકોમાંથી નીકળે છે.
BY: ધ બેટર ઇન્ડિયા

