રાજપીપલા: 4 ઓગસ્ટ 2025 જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રાજપીપલા નજીકના વિસ્તારોમાં બાળ મજૂરી અટકાવવા માટે ખાસ રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં જિલ્લા શ્રમ આયુક્ત અધિકારી અને કમિટીના સભ્યોએ ભાગ લીધો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ આ રેડ દરમિયાન ઈંટ ભઠ્ઠામાં કામ કરતા 13 વર્ષના એક બાળકને મુક્ત કરવામાં આવ્યો હતો. મુક્ત કરાયેલા બાળકનું શૈક્ષણિક પુનઃસ્થાપન કરવામાં આવ્યું. ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સહયોગથી આ બાળક અને તેના ચાર ભાઈઓને ભદામ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.
આ ઉપરાંત, ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આ તમામ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ, બાળકોના આધાર કાર્ડ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ પગલાંથી બાળકોના શિક્ષણ અને સુરક્ષાને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે

