નર્મદા: વજેરીયા પ્રાથમિક આરોગ્યકેન્દ્ર માટે નવી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી. આસપાસના 23 ગામના અંદાજિત 25000 જેટલા લોકો એમ્બ્યુલન્સ સેવાનો લાભ લઇ સરળતાથી હોસ્પિટલ પહોંચીને આરોગ્ય સુવિધા મેળવી શકશે. તિલકવાડા ખાતેથી ધારાસભ્ય દર્શના દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું.દરેક માનવીને આરોગ્ય સુવિધા મળી શકે તે માટે અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે.

જેના માટે ગામો ગામ આરોગ્ય કેન્દ્ર પણ બનાવવામાં આવતા હોય છે. અને દર્દીઓ સરળતાથી આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એમ્બ્યુલન્સ સેવા પણ ફાળવવામાં આવતી હોય છે. એક નવી એમ્બ્યુલન્સ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ફાળવવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાત રિફાઇનરી તરફથી આ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. વજીરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવી એમ્બ્યુલન્સનું ફાળવણી કરવામાં આવી છે ત્યારે આસપાસના 23 ગામના અંદાજિત 25,000 જેટલા લોકો આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ લઇ સરળતાથી હોસ્પિટલ પહોંચીને આરોગ્ય સુવિધા મેળવી શકશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here