ધરમપુર: વિશ્વ આદિવાસી દિવસને લઈને ધરમપુર તાલુકા વિસ્તારમાં આવેલી સાવિત્રીબાઈ ફૂલે અનાથ બાળકોની છાત્રાલયમાં તૈયારી ના ભાગરૂપે જુદા -જુદા ગામના સામાજિક આગેવાનોએ દ્વારા સાંજના મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં ધરમપુર તાલુકાના  ગડી, પીપલપાડા, જામલીયા, બિલધા, મોલવેરી, વનખાસ, હનમતમાળ, મનાઈચોંઢી, સોંદર, મુરદડ સહીત આગેવાનો, યુવાઓ, બેનો મોટી સંખ્યામાં હાજર જોવા મળ્યા હતા અને સમાજમાં એક સારી અને પોતાની સંસ્કૃતિને બચાવવાં સૌ સાથે મળી સંઘર્ષ કરશુ સાથે આવનાર 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ને સફળ બનાવશુ એ ચર્ચા કરી હતી.

સૌએ કાર્યક્રમ માટે પોતાનો ફાળો આપી સમાજના કાર્યક્રમમાં સહયોગી બન્યા હતા અને ફાળા રૂપે રાશિ પણ ભેગી કરવામાં આવી હતી જે વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમ દરમિયાન ખર્ચ કરાવાનો સર્વે આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here