ખેરગામ: ગતરોજ યુથલીડર ડો નીરવ પટેલ દ્વારા સમૂહગીતમાં ખેરગામ તાલુકા કક્ષાએ નાંધઇ ગામની વચલા ફળીયા પ્રાથમિક શાળાના પ્રથમ ક્રમ મેળવનાર બાળકોનો ઉત્સાહ વધારવા અને આચાર્યનું ચિંતુબા-છાંયડો હોસ્પિટલ ખાતે સન્માન કર્યુ.
નાંધઇ ગામની વચલા ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જેની કલ્પેશ પટેલ, વ્રિશા અમિત પટેલ, મિષ્ટી કેતન પટેલ, આરોહી સેજલ પટેલ, રિયાંશી મિતેશ પટેલ, યસ્વી રિતેશ પટેલ, ક્રિયાંશી નિમેશ પટેલ, અવની નરેશ પટેલ તથા સહાયક વૃંદના ધ્યેય જયંત પટેલ, હર્ષ હિતેન પટેલ, પાર્થ ગોરલ પટેલ, દક્ષ કેતન પટેલ અને શાળાના આચાર્ય જયંતભાઈ પટેલ દ્વારા સંયુક્તપણે સુંદર મહેનત કરી સમૂહગીત સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ડો.નિરવ ભુલાભાઇ પટેલ તેમજ ડો.દિવ્યાંગી નિરવ પટેલ,ડો.કૃણાલ પટેલ,ભાવેશ પટેલ, ભાવિન પટેલ,દલપત પટેલ, રીંકેશ પટેલ,મેહુલ પટેલ, કાર્તિક પટેલ સહિતનાઓએ ચિંતુબા-છાંયડો હોસ્પિટલ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજ્યો હતો.
આ બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલે Decision News સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે મારા મમ્મી ચિંતુબેન અને પિતા ભુલાભાઇ હંમેશા દરેક બાળકો ભણીગણીને આગળ વધે એવા જ વિચારો ધરાવતા અને સામાન્ય વર્ગના તેજસ્વી બાળકોને પ્રોત્સાહન આપવાથી એના ચહેરાઓ પર જોવા મળતી અદ્વિતીય ખુશીઓ જ અમારા માટે ખુબ જ મહત્વની છે. આ સિવાય પણ કોઇપણ બાળકોએ પોતાની શાળા, કોલેજોમા તાલુકા,જિલ્લા કક્ષાએ રોશન કર્યુ હોય તેવા બાળકોના વાલીઓ બેઝિઝક અમારો સંપર્ક કરી શકે છે, અમે એવા તારલાઓનું સહર્ષ સન્માન કરીશું.

