વલસાડ: ઉડાન ધ વિંગ્સ ઓફ ટેલેન્ટ સંસ્થા દ્વારા લાયન્સ ઇન્ટરનેશનલની વિવિધ ક્લબો સાથે 11માં વર્ષે વલસાડ ગોટ ટેલેન્ટ 2025 સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સિંગિંગ, મ્યુઝિક ઈન્ટ્રુમેન્ટ પ્લેયિંગ, વેસ્ટર્ન અને ઇન્ડિયન ડાન્સ અને ટ્રૅસીશનલ ફેશન શો જેવી સ્પર્ધાઓમાં કુલ 346 કૃતિઓ અને 1016 જેટલા સ્પર્ધકોએ પોતાની પ્રતિભા દર્શાવીને દર્શકોને મુગ્ધ કર્યા હતા.આ કાર્યક્રમમાં જલારામ મનોવિકાસ કેન્દ્રના વિશિષ્ટ બાળકોને પોતાનું નૃત્ય કરવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. એ બાળકોને સંસ્થા દ્વારા ગિફ્ટસ તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા રોકડ પુરસ્કાર આપ્યું હતું.
આ સાથે કાર્યક્રમમાં વ્હાલી નામની ગુજરાતી ફિલ્મનું પ્રોમોશન કરવા માટે ફિલ્મની મુખ્ય અભિનેત્રી માઝેલ વ્યાસ ઉપસ્થિત રહી હતી, જેણે આવેલા સર્વે દર્શકોના મન મોહી લીધા હતા.સ્પર્ધામાં નિલેશ પટેલ (બીલીમોરા), તન્વીબેન પટેલ, દીપક નોનિયાર (વાપી), નીતુબેન (નવસારી) તથા પૂર્વીબેન રાણા નિર્ણાયક તરીકે સેવા આપવા ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં કીર્તિ પટેલ તથા પરિવાર , ઠાકોર ઢીમર અજીત પટેલ – એક્સેલ સાઈન પ્રા. લી., યુગ સ્ટુડિયોના ભરત મહેતા, કેલીબેન , મયુર અને વિરલ સહયોગ આપ્યો.
આ ઉપરાંત લાયન્સના પદાધિકારીઓ વસંત, રામસિંહ, પરેશ પટેલ, હેમલભાઈ, ક્રિષ્નાસિંહ પરમાર, સુધાબેન, શિવરામ અગ્રવાલ, જ્યોતિબેન એ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.આ તબક્કે લાયન્સની વલસાડ ડાયમન્ડ, વલસાડ તિથલ રોડ, પાનોલી, વાપી ગ્રેટર, વાપી આલ્ફા, ઉદવાડા સંજીવની, પર્લ, પારડી વાપી બોહરા, ભીલાડ આરાધના, સુરત સમર્પણ, સિલ્વાસા વગેરે ક્લબ જોડાઈ હતી. આયોજન ડો. જાનકી ત્રિવેદી એ જહેમત ઉઠાવી હતી.

