વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 11 મિમી વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં 4 મિમી, ધરમપુર અને પારડી તાલુકામાં 2-2 મિમી, ઉમરગામ તાલુકામાં 1 મિમી અને વાપી તાલુકામાં 3 મિમી વરસાદ પડયો છે.
છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 4.17 મિમી વરસાદ નોંધાયો છે. 1 જૂનથી અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં કુલ સરેરાશ 1501.5 મિમી વરસાદ પડયો છે. તાલુકાવાર જોઈએ તો કપરાડામાં સૌથી વધુ 2120 મિમી, ધરમપુરમાં 1620 મિમી, વાપીમાં 1592 મિમી, પારડીમાં 1329 મિમી, ઉમરગામમાં 1251 મિમી અને વલસાડમાં 1097 મિમી વરસાદ નોંધાયો છે.મધુબન ડેમના ઉપરવાસમાં આવેલા 6 ગામોમાં છેલ્લા 24 કલાકમાં કુલ 61.20 મિમી વરસાદ પડયો છે. આ ગામોમાં સરેરાશ 10.20 મિમી વરસાદ નોંધાયો છે. પરિણામે મધુબન ડેમમાં પાણીની આવક વધી છે.
આજે સવારે 10 કલાકે ડેમનું લેવલ 71.60 મીટરે પહોંચ્યું છે. ડેમમાં 18,416 ક્યુસેટ પાણીની આવક થતાં ડેમના 4 દરવાજા 1.30 મીટર ખોલવામાં આવ્યા છે. આ દરવાજાઓ મારફતે 19,544 ક્યુસેટ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.વરસાદને કારણે જિલ્લાના 13 લો-લાઈન રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યા છે. સલામતીના કારણોસર આ તમામ રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે. કપરાડામાં 4, પારડીમાં 1, વલસાડમાં 3, ધરમપુરમાં 4 અને ધરમપુર-વાંસદા રોડ પર 1 લો-લાઈન રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

