સુરત: સુરતની સરકારી સિવિલ હોસ્પિટલમાંથી ચાર મહિના અગાઉ પોક્સોનો આરોપી પોલીસને ચકમો આપી ભાગી ગયા બાદ સેલવાસ પોલીસે વાંસદાના બરવડપાડાના જંગલમાંથી દબોચી લીધો હતો.
કપરાડા પોલીસ મથકમાં પોકસો એકટ હેઠળ નોંધાયેલા ગુનામાં પોલીસે સિલ્ધા ગામે રાણપાડા ખાતે રહેતા આરોપી ફિરોઝ કાશીરામ તુંબડાને પકડી પાડીને સુરત લાજપોર જેલમાં મોકલી દીધો હતો. કસ્ટડીમાં રહેલા ફિરોઝ તુંબડાની ચાર મહિના અગાઉ તબીયત લથડતા સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ હોસ્પિટલમાંથી આરોપી પોલીસ જાપ્તા વચ્ચેથી ભાગી ગયો હતો. તેને પકડવા ભારે શોધખોળ શરૂ કરી હતી. જે બાદ સેલવાસ પોલીસે વાંસદા ગામે બરવડપાડાના જંગલમાંથી ફરાર આરોપી ફિરોઝ તુંબડાને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.

