ભરૂચ: આજરોજ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીજી સાથે દિલ્હી ખાતે જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે સ્વામીજી સાથે મારા લોકસભા ક્ષેત્ર અંતગર્ત વિવિધ બ્રિજ અને રોડ રસ્તા સંદર્ભે રજૂઆત કરી.મારા લોકસભા ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચ થી આમોદ જંબુસર નજીક એન.એચ 64 પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત રાષ્ટ્રીય રાજમાર્ગ પર નાહિયાર ખાડી બ્રિજ, તાણછા ખાડી બ્રિજ અને ભુખી ખાડી બ્રિજ પૂર્ણ રીતે ડેમેજ છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આજ પ્રકારે એનએચ 753 બી નેત્રંગ થી ડેડીયાપાડા, સાગબારા મહારાષ્ટ્ર બોર્ડરની વચ્ચે મોટી નદી પર ધાનીખુટ બેડા કંપની પાસે આવેલ 60 વર્ષ જૂનો બ્રિજ પણ જર્જરિત છે તથા ડેડીયાપાડાના પ્રવેશ દ્વાર પર આવેલ નાનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે.એન.એચ 56 માંડવી, નેત્રંગ, મોવી સુધી તથા રાજપીપળા રોડમાં ચાસવાડ, મોઝા, કોચવાર, કુંડ તથા કાકુરીપાડા સ્થિત નાના મોટા બ્રિજ જર્જરિત થઈ બંધ પડેલ છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ 64આમોદ માં 300-400 મીટર એરિયાનો રોડ ભારે ક્ષતિગ્રસ્ત છે તથા રાષ્ટ્રીય રાજમાર્ગ 56 (બી) નેત્રંગ થી મોવી સુધીનો લગભગ 15કિલોમીટરનો માર્ગ પૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત છે.ઉપરોક્ત તમામ નાના મોટા બ્રિજ અને રાજમાર્ગ થી સંપર્ક તૂટી જવાના કારણે મોટા વાહનોનું આવાગમન બંધ છે જેના લીધે ધંધા અને રોજગાર તથા ઇંડસ્ટ્રિયલ એરિયામાં ખૂબ મોટી અસર પડે છે. મહારાષ્ટ્ર થી આવતા લોકોને તથા પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઑફ યુનિટી આવતા પર્યટકોને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે.

