ધરમપુર: આમ આદમી પાર્ટી આદિવાસી નેતાઓ સાથે અન્યાય કરે છે એમ લાગે છે કારણ કે મતો માટે આદિવાસી વિસ્તારોમાં રાષ્ટ્રીય નેતૃત્વ કરતા નેતાઓ સભાઓ તો ગજવે છે પણ જ્યારે હોદ્દાઓ આપવાની વાત આવે ત્યારે આદિવાસી નેતાઓને તાલુકા અને જીલ્લાના હોદ્દાઓ આપી રમાદે છે જ્યારે બીજા સમાજના જ નેતાઓને રાજ્ય અને પ્રદેશના હોદ્દાઓ માટે પ્રાધાન્ય આપતા હોય છે.
લોકો કહે છે કે આપણો આદિવાસી ઝાંબાઝ લીડર ચૈતર વસાવા પોતાના આપ બળે દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠન મજબુત કરવા મહેનત કરે છે એમના સાથીઓ વલસાડના કમલેશ પટેલ, જયેન્દ્ર ગાંવિત, નવસારી પંકજ પટેલ, ડાંગના સુનીલ ગાંવિત નર્મદા નિરંજન વસાવા, છોટાઉદેપુરના રાધિકા રાઠવા, ઉમરગામ મનીષ હળપતિ છે, જેઓ આમ આદમી પાર્ટીના માટે શૂન્ય માંથી સર્જન કરી રહ્યા છે પણ એમને કોઈ પણ મોટા હોદ્દા માટે પસંદ કરવામાં આવતા નથી કેમ કે તેઓ આદિવાસી છે. આ જનલીડરો પાસે તાકાત પણ છે અને આવડત પણ છે પણ નહિ આદિવાસી લોકોને સ્થાન આપવામાં શરમ આવે છે કે શું
મનોજ સોરઠીયા જે ગુજરાત પ્રદેશ સંગઠનના મહામત્રી બની બેઠા છે શું દક્ષિણ ગુજરાતમાં મનોજ સોરઠીયાનું કામ એક પણ આદિવાસી નેતા ન કરી શકે એમ નથી.. કે પછી કોઈ આદિવાસી લીડરને તક નથી આપવી.. સંગઠન પર કામ કરે છે ને એ તો દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના લોકોને ઘરે ગયા છે એ.. શું તમે એને ક્યારે આદિવાસી ગરીબ લોકો સાથે ચા પિતા કે એમની સમસ્યા જાણતા જોયા તમે.. શું આદિવાસી ખેડૂતો સાથે ખેતર બેઠા જોયા.. મસ્ત મોટી ફોર વ્હીકલમાં આવવાનું.. આદિવાસી આગેવાનોને સલાહ સૂચનો આપવાના, મસ્તીથી હોટલમાં જમવાનું.. બસ આ કામ.. બેસો ક્યારે ગરીબ ખેડૂત સાથે, મજુરો સાથે, વિધાર્થીઓ સાથે, ખબર પડે.. અરવિંદ કેજરીવાલ તો કહે છે આમ આદમી પાર્ટી એ સામાન્ય માણસોની પાર્ટી છે તો આદિવાસી નેતાઓને હોદ્દા કેમ નથી અપાતા ભાઈ.. શું અમારા લીડરો તમારી પાર્ટીમાં જેલવાસ ભોગવવા જ રાખ્યા છે. આજે ચૈતર વસાવાને છોડાવવા ગોપાલ ઈટાલીયા કે ઈશુદાન ગઢવી કે મનોજ સોરઠીયાએ આંદોલન કે કે ઉપવાસ પર કે ધરણા ન ઉતરવું જોઈએ.. ગોપાલ ઈટાલીયાને ચુંટણી જીતાડવા આદિવાસી નેતાઓએ રાત દિવસ પરિવાર છોડી વિશાવાદરના લોકોમાં પ્રચાર પ્રસાર માટે કાઢયા.. અને હવે આમ આદમી પાર્ટી ચૈતર ભાઈને છોડાવી શક્તિ નથી.. શું આદિવાસી નેતાઓને માત્ર આદિવાસી લોકોના મતો માટે જ રાખ્યા છે કે શું.. હદ થઇ ભાઈ તમારી પેલો ગોપાલરાયને હોદ્દો આપવો જે દિલ્લી થી આયાત કરાયો છે પણ ચૈતારભાઈ કે અન્ય આદિવાસી નેતાઓને નહિ.. શું જાણે છે એ ગોપાલરાય આદિવાસી લોકો વિષે.. તેમની સમસ્યા વિષે, એમના વર્ષોથી ન ઉકેલાયેલા પ્રશ્નો વિષે.. બસ હવે બહુ થયું આદિવાસી લીડરોને સ્થાન આપો નહિ તો.. દક્ષિણ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને ભૂસાતા વાર નહિ લાગે.. આદિવાસી લોકોની હાય લાગશે.. અમારા ચૈતરભાઈને જેલમાંથી છોડવો બસ બીજું કાઈ નહિ..શું ફરક છે આપમાં અને અન્ય પાર્ટીમાં..

