સેલવાસ: દાદરા નગર હવેલી ટેરેટોરિયલ કોંગ્રસ કમિટીના પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમા પ્રતિનિધિ મંડળે સેલવાસ પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.
આવેદન પત્ર જણાવેલ કે પાલિકા વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારના જર્જરિત રસ્તાઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને તાત્કાલિક રીપેર કરવાની માગ કરવામાં આવી છે.સેલવાસ પાલિકા વિસ્તારમા રસ્તાઓ જ્યા જોવો ત્યા રસ્તાઓ તુટેલી હાલતમાં છે.
Decision News ને મળેલી માહિતી મુજબ રસ્તાઓની આવી હાલતના કારણે સામાન્ય જનતા શાળાના વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, ફેક્ટરી કર્મચારી, પ્રાઇવેટ વાહન ચાલકો અને પરિવહન વાહનોને ગંભીર અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.આ સ્થિતિ રોજના પરેશાનીનું કારણ બની રહ્યુ છે.

