દહેજ: દહેજ ઔદ્યોગિક વસાહત ફરી એકવાર આગ અને બ્લાસ્ટની ઘટનાથી ખળભળી ઉઠી છે. આજે વહેલી સવારે દહેજની યુનિવર્સલ નામની કંપનીના ગોડાઉનમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને દોડધામનો માહોલ છવાઈ ગયો હતો.પ્રાથમિક માહિતી મુજબ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે એકાએક જોરદાર ધડાકો થયો હતો. આના કારણે કંપની પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ વાગરા મામલતદારની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચવા રવાના થઈ હતી.Decision News ને મળેલી માહિતી મુજબ  ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આ ઘટના બે દિવસ પહેલા દહેજમાં થયેલા ધડાકા બાદ બની છે. આ સિલસિલાબંધ ઘટનાઓ દહેજ ઔદ્યોગિક વસાહતમાં સલામતીના ધોરણો અને નિયમોના પાલન પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે.

ઔદ્યોગિક એકમોમાં વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ કામદારોની સુરક્ષા અને પર્યાવરણને થતી અસર અંગેની ચિંતામાં વધારો કરી રહી છે.દહેજની ઔદ્યોગિક સુવિધાઓમાં કામ કરતા હજારો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા અનિવાર્ય બની ગયા છે. થોડા દિવસ અગાઉ થયેલા બ્લાસ્ટની ઘટનાની યાદ હજુ તાજી છે ત્યારે આ નવી ઘટનાએ વિસ્તારમાં ચિંતા વધારી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here