ધરમપુર: ધરમપુરના પિંડવળ સર્વોદયના સંચાલકના મોબાઇલ પર આવેલી PM KISHAN YOJANA -9.apk ફાઇલ તેમણે ડાઉનલોડ કરતા જ ફોન હેક થઇ ગયો અને ગણતરીની મિનીટમાં તેમના બેંક અકાઉન્ટમાંથી 70 હજાર ઉપડી ગયા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના પિંડવળ સર્વોદય પરિવાર ટ્રસ્ટમાં સંચાલક મુળ જુંડાલ ન્યુ ચાંદખેડા તા.ગાંધીનગરના સવજી વાલાભાઇ બગડા ગત તા.29-06-2025ના દિને સાંજે 4 કલાકે તેમના મોબાઈલ વોટ્સએપ પર PM KISHAN YOJANA-9.apk ફાઇલ આવી હતી. તેમણે આ ફાઇલ ડાઉનલોડ કરતા તેમના મોબાઇલ હેક થઈ જતાં સ્વીચ ઓફ કરી દીધો હતો.

ગત તા. 11-07-2025ના રોજ તેઓ વતન તેમની એસબીઆઇ બેંકની હોમ બ્રાન્ચ ચાંદખેડામાં નાણાંકીય વ્યવહાર કરવા બેંકમાં જતા તેમના ખાતામાંથી તા.30-06-2025ના રોજ રૂ.2 તથા તા.01-07-2025ના રોજ અલગ અલગ ત્રણ ટ્રાન્જેકશનમાં રૂ. 20,000, રૂ. 25,000 અને રૂ. 25,000 ઉપડી ગયા હોવાનું જણાયું હતું.જેથી તેમણે ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવી બીજા દિવસે તા. 12-07-2025 ના રોજ સાયબર ક્રાઇમમાં ફરીયાદ કરી હતી.આમ સાઇબર ક્રાઇમથી તેમના ખાતામાંથી અલગ અલગ ચાર ટ્રાન્જેકશનથી કોઇએ કુલ રૂ. 70,002 ઉપાડી તેમની સાથે ઠગાઈ કરી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here