કપરાડા-ધરમપુર: કેવો સમય આવી ગયો.. ભાઈ.. ભાજપના જ નેતાઓએ ખાડાઓ વચ્ચે બેસી વિરોધ પ્રદર્શન કરવું પડે છે.  લોકો એવું કહી રહ્યા છે કે ભાજપના નેતાઓ પાસે ભલે સત્તા હોય પણ તેમનું કશું ઉપજતું નથી.. વલસાડના કલેક્ટર અને સાંસદનું પણ હાઇવે ઓથોરિટી સામે કશું વેલ્યુ નથી એવી ટીકા કરી રહ્યા છે..બોલો

ગતરોજ ભાજપના જ વલસાડ જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ અને કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખે નેશનલ હાઇવે નં.848 પરના અસંખ્ય ખાડાઓથી હેરાન પરેશાન બની ખાડાઓ વચ્ચે બેસીને પોતાનો વિરોધ પર બેસી જવું પડ્યું હતું.  હાઇવે પર એટલાં બધાં ખાડાઓ પડી ગયાં છે કે લોકો સોશિયલ મીડિયામાં ખાડાઓની જગ્યાએ રસ્તો ક્યાં છે તે શોધવાનું જણાવી ભાજપી સાંસદ, ધારાસભ્યો અને નેતાઓની ઠેકડી ઉડાવી રહ્યા છે.

વાત એમ બની કે વલસાડ જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ મનહરભાઈ પટેલ મંગળવારે કપરાડા ગયા હતા પણ રસ્તામાં એટલા બધા મોટા ખાડાઓ હતા કે તેમાંથી મોટી ગાડીને પણ પસાર થવામાં તકલીફ પડી હતી. કપરાડા ખાતે હાજર તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહાલા અને ભાજપી કાર્યકરોએ રસ્તા બાબતે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જેથી જિ.પં.પ્રમુખ મનહરભાઈ પટેલે મોટાં ઉપાડે હાઇવે ઓથોરિટીના મહિલા ઓએફને ફોન લગાવ્યો હતો પરંતુ સામેથી એકદમ ઉડાઉ જવાબ મળતાં તેમનો પિત્તો ગયો હતો અને ઉપસ્થિત તમામ ભાજપ કાર્યકરો સાથે હાઈવે ઉપર રસ્તા વચ્ચે ખાડાઓમાં જ બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો.

વલસાડ જિ.પં.પ્રમુખ મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય જીતુ ચૌધરીએ સંકલનમાં મુદ્દો ઉઠાવ્યો હતો અને ખાડાઓ પૂરી રસ્તાઓ વ્યવસ્થિત કરવાં સૂચનાઓ આપી હતી તેમ છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી, હાઇવે ઓથોરિટીના અધિકારીઓ કોઈનું સાંભળતા જ નથી. કપરાડા તા.પં.પ્રમુખ હીરાબેન પી મહાલાએ ભારે રોષપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી હાઇવે પર અસંખ્ય ખાડાઓ પડી જતાં હાલત ખરાબ થઇ છે. આ અંગે વારંવાર રજુઆતો છતાં મરામત થઇ નથી. ઘણાં અકસ્માતો થઈ રહ્યાં છે અને નિર્દોષ લોકોના જીવ જાય છે, હાઇવે ઓથોરિટીના અધિકારીને ફોન કરે છે તો તેઓ પણ ઉચકતા નથી. આજે પણ બે વખત ફોન કર્યો હતો પરંતુ ફોન લીધો નથી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here