વાંસદા: વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની ખાસ કારોબારી સમિતિની મિટિંગ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના નેજા હેઠળ રાખવામાં આવી હતી. જેમાં આવનારી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી, વિશ્વ આદિવાસી દિવસ અને 6 ઓગસ્ટે રક્તદાન કેમ્પનું આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી.
વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની મિટિંગ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યોજાઇ હતી. જેમાં વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ, યુવક કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ ભોંયા, અંજનાબેન ગામીતની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી.જેમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે આવનારી 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પરંપરાગત રીતે ઉજવીશું, તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે આવનારા દિવસોમાં ગામેગામ વાંસદા તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારને ખુલ્લા પાડીશું અને આવનારી 6 ઓગસ્ટના દિવસે રક્તદાન શિબિરનું આયોજન ભીનારમાં કરવામાં આવનાર છે.
Decision News ને મળેલી માહિતી મુજબ હાલમાં યુવક કોંગ્રેસમાં નવયુવાનોને જોડવાની હાંકલ કરવામાં આવી હતી. વાંસદા તાલુકા કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે ગામેગામના પ્રવાસનો કાર્યક્રમ કરીશું. આ કાર્યક્રમમાં સરપંચ એસો. પ્રમુખ મનીષ પટેલ, ગણેશભાઈ, જયંતિભાઈ, અનિલભાઈ સાવન અને યુવા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યાં હતા.

