ચીખલી: ચીખલી તાલુકામાં અકસ્માતમાં એક યુવા શિક્ષકનું મોત નિપજ્યું હતું. ગત સોમવારના રોજ સાંજના સમયે ચીખલી – વાંસદા રાજ્યધોરી માર્ગ પર માણેકપોર ગામની સીમમાં પિકઅપ મંજુરોને બેસાડી વાંસદા તરફ જઈ રહી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ પિકઅપ વાંસદા તરફ જઈ રહી હતી, તે દરમિયાન ચીખલી તરફથી આવી રહેલી કાર (નં.GJ 21 AA 2973) ને ટક્કર મારતા કાર ચાલક દીપક ગાંડાભાઈ ચૌધરી (ઉ.વ.33, હાલ રહે. આંતલિયા, બીલીમોરા, મૂળ રહે. બોરીયાવી તા.જી. મહેસાણા) ને ગંભીર ઈજા થતાં 108 મારફતે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જ્યારે અકસ્માત બાદ પિકઅપ પલ્ટી મારતાં માર્ગ મકાનના કોન્ટ્રાકટરના 18 મંજુરો પૈકી 6 ને નાની મોટી ઈજા થઈ હતી.આ બનાવ અંગે ની જાણ મૃતક કાર ચાલકના સંબંધી સાવન લક્ષ્મણભાઈ ચૌધરીની ફરિયાદમાં પોલીસે પીકઅપના અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

