ચીખલી: ચીખલીના હરણગામ ગામે એમ.એસ વજન કાંટા સામે ખુડવેલથી રાનકુવા તરફ જતાં જાહેર રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે વાહન ગફલતભરી રીતે હંકારી લાવી રોડ પર એક અજાણ્યા શખ્સ (ઉ.વ.આ.35 થી 40) ને અડફેટે લેતાં ગંભીર ઈજાને પગલે સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
જોકે અકસ્માત સર્જી અજાણ્યા કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે હરણ ગામના સરપંચ મુકેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી પીઆઈ ડી.એસ. કોરાટ તપાસ કરી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ રાનકુવા, ચીખલી પોલીસ વધુ તપાસ કરતા મરણ પામનાર શખ્સની હજી સુધી કોઈ વાલી વારસો મળી આવ્યો નથી જેથી દરેક લોકોને અપીલ કરવામાં આવી છે ઉપર મુજબનો ફોટા વાળા શખ્સ કે વાલી વારસાને ઓળખતું હોઈ કે જાણતું હોઈ તો ચીખલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા આગ્રહ કરવામાં આવ્યો છે.

